39 in Ahmedabad

અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે એસ. વી. પી. હોસ્પિટલ, બધી જગ્યાએ અનેક ટીકાઓની વચ્ચે પણખૂબ સારું કામ થઇ રહ્યું છે : વરિષ્ઠ એડવોકેટ શ્રી આનંદ યાજ્ઞિક

      • ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ તમામ રાત-દિવસ જોયા વિના કામ કરે છે. ગુજરાતમાં સારું કામ થઇ રહ્યું છે. હજુ પણ વધારે સારી રીતે કામ થાય એ માટે આપણે સૌએ પ્રયત્નો કરવાના છે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમ નાથે આજે હિયરિંગ દરમિયાન સમાપનમાં આમ કહ્યું હતું. આર. ટી. પી. સી. આર. ટેસ્ટ વધારવા ગુજરાતમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે લેબોરેટરીઓ ઉભી કરવા અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
        ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ એડવોકેટ શ્રી આનંદ યાજ્ઞિકે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે એસ.વી.પી. હોસ્પિટલ બધી જગ્યાએ ખુબ સરસ કામ થઇ રહ્યું છે. તમામ લોકો અનેક ટીકાઓની વચ્ચે પણ હાર્ડવર્ક કરી રહ્યા છે. તેમણે મહાનગરપાલિકા ઉપરાંત રાજ્યની તમામ નગરપાલિકા, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના વિસ્તારોમાં પણ આરટીપીસીઆર ટેસ્ટની વ્યવસ્થા હોવી જોઈએ એવું સૂચન કર્યું હતું.