-
-
- વિખ્યાત ગુજરાતી તથા ઉર્દૂ ગઝલકાર, કવિ, લેખક પત્રકાર તથા ઝિંદાદિલ ઇન્સાન જનાબ ખલીલ ધનતેજવી આજે ૮૨ વર્ષની વયે વડોદરામાં જન્નતનશીન થયા છે.ખલીલ ધનતેજવીને છેલ્લા કેટશ્વાસની બીમારી હતી અને તેઓ સારવાર પણ લઇ રહ્યા હતા. આજે સવારે તેમણે નમાઝ અદા કર્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૩૯ ના રોજ થયો હ મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી છે.
વડોદરા નજીક આવેેલા ધનતેજ ગામના તેઓ વતની હતા. આ ગામના નામ પરથી તેમણે પોતાના નામની પાછળ ધનતેજવી અટક લગાવી હતી. આમ તો તેમનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું. તેમણે માત્ર ધો.૪ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું, પણ તેમનામાં સર્જન શક્તિનો આગવો સ્ત્રોત કુદરતે વહાવ્યો હતો.
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેઓ દાદ મેળવતા હતા, તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં ખલીલ ધનતેજવીનું નામ અચૂક લેવાતું હતું. સાહિત્યની સાથેસાથે પત્રકારત્વ અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ તેઓ સંકળાયેલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખલીલભાઇના નિધન બદલ દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે ગુજરાતી ગઝલને રસપ્રદ બનાવવામાં તેમનું યોગદાન હંમેશાં યાદગાર રહેશે. ખલીલભાઇને વર્ષ ૨૦૦૪ માં કવિ કલાપી પુરસ્કાર, વર્ષ ૨૦૧૩ માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર, ૨૦૧૯ માં નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તેમને સયાજીરત્ન એવોર્ડ પણ મળ્યો હતો.