40 in Ahmedabad

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ તેમની પ્રેરક ઉપસ્થિતિમાં જસદણ ખાતે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ.

      • ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ તા. ૧૭.૦૪.૨૦૨૧, શનિવારના સમય:- ૧૦:૦૦ કલાકે, સ્થળ:- જયતાબાપુની જગ્યાની બાજુમાં, દેવશીભાઈ છાયાણીના હીરના કારખાના, જસદણ ખાતે. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ડૉ. ભરત બોઘરા તેમજ ગુજરાત સરકાર અને જસદણ ડૉ.એસોસિએશનના સમ્પૂર્ણ સહયોગથી ૧૦૦ બેડની કોવિડ કેર સેન્ટરનો શુભારંભ શ્રી સી.આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યો.કોરોના મહામારી ને કારણે આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ હાજરી ન આપીને સંક્રમણ ને અટકાવવા તથા આ કપરી સ્થિતિમાં વધુને વધુ લોકોની સેવા કરી લોકોને મદદ થવા ડૉ. ભરત બોઘરાએ અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોઘરા, મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાંચરિયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપત ભાઈ બોદર, જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.